Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં મનપાએ દસ જેટલા વૃક્ષોને તોડી નાખ્યા

વડોદરા:શહેરના સુભાનપુરા વિસ્તારમાં હાઇટેન્શન રોડ પર આવેલ સિનિયર જિઓલોજિસ્ટ ઓફિસના વેરહાઉસ ગોડાઉનમાં છેલ્લા બે દિવસ દરમિયાન દસ જેટલા મોટા વૃક્ષો ને મ્યુનિસિપલ કોર્પોરેશન કે જંગલખાતાની પરવાનગી વગર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ પૈકીના તો ૫૦ વર્ષ કરતાં પણ મોટી ઉંમરના હતા.

આ અંગેની વિગતો એવી છે કે નર્મદા ભવન આઠમા માળે કાર્યરત રાજ્ય સરકારના જિઓલોજી વિભાગની ઓફિસ અંતર્ગત એક ગોડાઉન સુભાનપુરા હાઇટેન્શન રોડ પર આવેલું છે. આ ગોડાઉનના પરિસરમાં ઉગેલા આશરે બારથી પંદર પૈકી દસ જેટલા મોટા વૃક્ષોનો  સફાયો કરી નાખવામાં આવ્યો છે.આ અંગે જ્યારે સિનિયર જિયોલોજિસ્ટ સાથે વાત કરતા  એવો બચાવ કર્યો હતો કે અમે ફક્ત સિક્યુરિટીના માણસોને  ચોમાસા દરમિયાન ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા જ સાફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.સિક્યોરિટીના માણસો અમારા હુકમને ઉપરવટ જઈ આ ઝાડને કાપી નાખ્યા છે.

(4:29 pm IST)