Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમદાવાદના ચાંદખેડામાં રિવોલ્વર બતાવી યુવકની મહિલાને જાનથી મારી નાખવાની ધમકી: ગુનો દાખલ

અમદાવાદ:ચાદખેડામાં રહેતી મહિલાને એલિસબ્રિજમાં રહેતા યુવકે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચાંદખેડા પોલીસે દિપક પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં ન્યુ સીજી રોડ પર સજાનસીટી બગલોઝમાં રહેતા પૂર્ણાબહેન પરસોત્તમભાઇ પટેેેલ (ઉ.વ. ૪૫)એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે અગાઉ પ્રેમલગ્ન થયા બાદ ૨૦૧૩માં છૂટાછેડા થયા હતા ત્યારબાદ બીજા લગ્ન કરવા માટે વેબસાઇટ પર જાહેરાત આપી હતી. જેથી એલિસબ્રિજ વિસ્તારમાં કે.પી. વિદ્યાર્થી ભવન ખાતે રહેતા દિપકભાઇ ચન્દ્રકાન્તભાઇ પટેલે ફોનથી સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બન્ને એકબીજાનેે મળતા હતા, એક સમયે લગ્ન કરવા માટે તૈયારી પણ બતાવી હતી. પરંતુ સમય જતાં વિચારોમાં મતભેદ થતાં સબંધની ના પાડી હતી.

(4:29 pm IST)