Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગોવાની નોનવેજ ડિશમાં ફેવરીટ રેડ ગોબી માછલી ગુજરાતની નર્મદા નદીમાં જોવા મળતા આશ્ચર્ય

અમદાવાદઃ દેખાવમાં થોડી અનએટ્રિક્ટિવ પણ ગોવાની નોન વેજ ડિશમાં જે ખૂબ ફેવરિટ ડિશ છે તેવી માછલી રેડ ગોબી ફિશ ગુજરાતમાં અને તે પણ નર્મદા નદીમાં જોવા મળતા પ્રાણીપ્રેમીઓ અને પર્યાવારણવાદીઓને આશ્ચર્ય થયું હતું. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સંશોધકોની ટીમએ ગુજરાતના ભાડભૂત નજીક નર્મદા નદીમાં આ માછલીને પહેલીવા ઓગસ્ટ મહિનામાં શોધી હતી.

ગોવાની ફેમસ નોનવેજ ડિશમાં સમાવેશ થતી આ માછલી સી ફૂડમાં પ્રોન અને સ્ક્વિડના રિપ્લેસમેન્ટ તરીકે વપરાય છે. આ પહેલા બે બનાવ એવા છે જેમાં ગુજરાતમાં આ માછલી જોવા મળી હોય 1986માં નવાબંદરના દરિયા કિનારે અને 2012માં વેરાવળમાં આ માછલી મળી આવી હતી. પરંતુ અત્યાર સુધી ક્યારેય આ માછલી ગુજરાતની નદીઓમાં જોવા મળી નહોતી. આ માછલીને નર્મદા નદીમાં શોધનાર ટીમમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂઓલોજીના નવ્યા ઠક્કર, કાંગકન જ્યોતી શર્મા અને પ્રદીપ મંકોડીની ટીમને સફળતા મળી હતી.

રેડ ગોબી ફિશ દેખાવે એક લાંબા અળસીયા જેવી લાલા કલરની હોય છે. તેના મોઢા તરફ આંખની ઉપર ચામડીનું જાડુ પડ હોય છે જે તેને પાણી અંદર જોવા માટે મદદરૂપ થાય છે. તેના જડબામાં કેની જેવા બે અણીયાળા દાંત હોય છે જેની મદદથી તે પાણીની અંદરની સપાટી ખોતરીને તેમાં રહેલા નાના નાના જંતુઓનો શિકાર કરે છે. સામાન્ય રીતે આ માછલી પશ્ચિમ પેસેફિક, હિંદ મહાસાગર, પર્શિયન ગલ્ફ અને ભારતના કેટલાક નિશ્ચિત દરિયા કિનારે જ જોવા મળે છે.

ગુજરાત ફિશરિઝ વિભાગના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, નદીમાં ખૂબ અંદર સુધી દરિયાઈ પાણી આવી જવાની વધતી ઘટનાના કારણે આ માછલીઓ નદીમાં છેટ ભાડભૂત સુધી આવી ગઈ હોવી જોઈએ. મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સીઝનમાં જ્યારે દરિયાઈ માછલી પકડવાની સીઝન નથી હોતી ત્યારે કિનારા સુધી આવેલ પાણીમાંથી પકડવામાં આવેલ આ માછલી મુંબઈની ફિશ માર્કેટમાં મોટા પાયે જોવા મળે છે. આ માછલી કરચલાઓનો મનપસંદ ખોરાખ હોવાથી કેટલાક માછીમારો કરચલાઓને પકડવા માટે પણ મારણ તરીકે ઉપયોગ કરે છે. તેવું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરિઝ એન્જ્યુકેશનના એક રિપોર્ટમાં જણાવાયું છે.

(4:26 pm IST)