Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગૃહનું ટૂંકુ સત્ર મળશે, બજેટ નહિ લેખાનુદાનઃ નીતિન પટેલ

રાજકોટઃ રાજ્ય સરકારે આ વખતે ૨૦૧૯-૨૦ના વર્ષનું પૂર્ણ બજેટ આપવાના બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાનું નક્કી કર્યુ છે. દર વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ સત્ર મળતુ હોય છે પરંતુ આ વખતે તે સમયગાળામાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડવાના સંજોગ હોવાથી વોટ ઓન એકાઉન્ટ રજૂ થશે.  રાજ્યમાં નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે અકિલા સાથેની વાતચીતમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, આ વખતે પૂર્ણ બજેટ નહિ પરંતુ ચાર મહિનાનું લેખાનુદાન રજૂ કરવામાં આવશે. સંસદની ચૂંટણી પછી બાકીના સમય માટેનું બજેટ રજૂ કરશું. હાલ ચૂંટણી પહેલા ટૂંકુ (મહત્તમ અઠવાડીયુ) વિધાનસભા સત્ર મળશે.

(4:10 pm IST)