Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અડાલજ સ્થિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરે કાલથી પૂ. દિપકભાઇ દ્વારા સત્સંગ પ્રશ્નોત્તરી

ચિલ્ડ્રન પાર્ક, પેરેન્ટસ કી પાઠશાળા વિ. આકર્ષણ જમાવરો

 અમદાવાદ : ગાંધીનગરમાં અમદાવાદ-કલોલ હાઇવે ઉપર અડાલજ ખાતે નિષ્પક્ષપાતી ત્રિમંદિરના પ્રાંગણમાં 'જોવા જેવી દુનિયા' એટલે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની ૧૧૧મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્ત્।ે ૧૧ દિવસ માટે ઊભી થઈ રહેલી દુનિયા જેનુ આયોજન દાદા ભગવાન પરિવારના દેશ-વિદેશમા વસતા લાખો અનુયાયીઓ દ્વરા થઈ રહ્યુ છે. આ દુનિયા એટલે ૬૦ ફૂટબોલ ગ્રાઉન્ડ (૩૫ લાખ ચો.ફૂટ.) ના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું એક ધબકતું નગર. અહીં ૧૫ થી ૨૫ નવેમ્બર દરમિયાન રોજેરોજ પૂજય દીપકભાઈના પ્રશ્નોત્ત્।રી સત્સંગ દ્વારા સૌને આનંદમય જીવન જીવવાની સાચી સમજણ પ્રા થશે. આ ઉપરાંત વિશાળ થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કમાં ૨૩ જેટલા થીયેટર અને ટોક-શો નું આયોજન કરવામાં આવ્યું છે. થીમ પાર્ક માં જીવનમાં આવતા પડકારો સામે પ્રેકટીકલ સમાધાન, પોઝીટીવ અભિગમ, આનંદ અને જ્ઞાન પ્રદાન કરતી સમજણ સરળ ભાષામાં રજૂ થશે. મેં કૌન હું?, દુનિયા દેખને કા સીધા ચશ્મા, ઇન્ટરનેશનલ વિલેજ, વાય-ફાય ઝોન, ઈટ્સ ઓલ અબાઉટ મની વગેરે શો દ્વારા. એ પણ ૪દૃક એકસપીરીયન્સ, થ્રીડી પ્રોજેકશન મેપિંગ, ઓડિયો-વિઝયુઅલ શો, નાટકો, એકઝીબિશન અને વર્કશોપના આકર્ષક માધ્યમથી.

બાળકો માટે ખાસ ઊભા થનાર ચિલ્ડ્રન પાર્કમાં એનીમેશન શો, ગેમ ઝોન, કિડ્ઝ કેસલ, એમ્ફી થીયેટર, પપેટ શો, ફિલ્મ શો, જોય રાઈડ જેવા આકર્ષણો રહેશે. તેમાં બાળકોને વિનય, પ્રામાણિકતા, અહિંસા, મશ્કરીના જોખમો જેવા મૂલ્યોની સમજણ, તેમજ યુવાનોને મુશ્કેલીઓ અને મોબાઈલ એડિકશન સામે સાચી સમજણ પ્રા થશે. ફકત બાળકો જ નહી પણ માતા-પિતા માટે બાળકોને પ્રેમ અને હૂંફથી ઉછેરવા જરૂરી ચાવીઓ આપતી ઙ્કપેરન્ટ્સ કી પાઠશાળા નું પણ આયોજન થયું છે. વધુમાં વધુ શાળાના બાળકો તથા શિક્ષકો આનો લાભ લઈ શકે તે હેતુથી જીલ્લા શિક્ષણ સમિતિએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓને 'જોવા જેવી દુનિયા* ની મુલાકાત લેવા માટેનું પરિપત્ર પણ બહાર પાડ્યુ છે.

દેશ-વિદેશમાં હજારો લોકો આ મહોત્સવમાં જોડાયા છે. અહીં આવનારા મુલાકાતીઓ માટે સાત્વિક ભોજન, ફાસ્ટ ફૂડ અને ખાઉગલી જેવી ખાણીપીણીની જગ્યાઓની સુવિધા પણ રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.

(3:32 pm IST)