Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમદાવાદમાં અદ્રશ્ય શકિતથી સાડીમાં કાણા પડવાની ઘડનાનો થયો પર્દાફાશ

વિજ્ઞાન જાથાની ટીમે પ્રકરણ ખુલ્લુ કર્યુ : જેઠાણી અને વહુનું કારસ્તાન બહાર આવ્યુ

રાજકોટ તા. ૧૪ : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પંચાલ પરિવારના ઘરમાં અદ્રશ્ય શકિત દ્વારા ૩૦૦ જેટલી કિંમતી સાડીઓમાં કાણા પડવાની ઘટના બનતા ભારે કૌતુક સર્જાયુ હતુ.

દરમિયાન વર્ષાબેન પંચાલે બે નાના સંતાનો સાથે જાથા સમક્ષ આપવીતી વર્ણવતા જાથાની ટીમે સમગ્ર ઓપરેશન હાથ ઉપર લીધુ હતુ. રાજયના માજીમંત્રીની ઉપસ્થિતીમાં સમગ્ર ઘટનાનું વિશ્લેષણ શરૂ કર્યુ હતુ. ઘરના મોભી શંકરભાઇ પંચાલની પુછપરછ આદરી હતી. જેમાં જેઠાણી અને વહુની મેલી મુરાદ બહાર આવેલ. ગીતાબેન પંચાલ અને અંકિતાબેન પંચાલ દોષિત જણાઇ આવ્યા હતા.

જો કે ઘરનો મામલો ઘરમેળે સંભાળી લેવા માફી પત્ર લખી આપતા ફરીયાદ કરવાનું ટાળવામાં આવ્યુ હુત. આમ અદ્રશ્ય શકિત સાડીમાં કાણા પાડી જતી હોવાની વાત નર્યુ તુત પૂરવાર થઇ હતી. તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(4:21 pm IST)