Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભિલોડાના વેપારીની ગોળી મારીને હત્યાથી લોકોમાં રોષ

અરવલ્લી જીલ્લાના ભિલોડા ખાતે ગોળી બિસ્કીટ વેચતા એક હોલસેલના વેપારીની અજાણ્યા બે શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ વેપારીની હત્યા કર્યા બાદ પૈસા ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે હત્યારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી છે

ઘટનાની જાણ થતા લોકોના ટોલે ટોળા ઉમટ્યા હતા.અને ભારે રોષ ફેલાયો હતો  ઘટના અંગે પોલીસને જાણ થતા જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

(4:23 pm IST)