Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સુરત :સચિનના ઉનગામ વિસ્તારમાં ત્રણ પિસ્તોલ અને 36 કારતુસ સાથે ત્રણ જમીન દલાલો ઝડપાયા

ધંધામાં માથાકૂટ થતી હોવાથી સ્વબચાવમાં પિસ્તોલ રાખતા હોવાની કબૂલાત

સુરતઃ સચિનના ઊનગામ વિસ્તારમાં રહેતા ત્રણ જમીન દલાલને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને ૩૬ કારતુસ કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ પોતે જમીન અને પ્લોટના ધંધામાં માથાકુટ ચાલતી હોવાથી પોતાના સ્વબચાવ માટે દોઠ વર્ષ પહેલા લિંબાયત ઝોન ઓફિસ પાસે ચાવી બનાવતા સરદારજી પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરી છે.

  એસઓજીના એએસઆઈ છગનભાઈને એવી બાતમી મળી હતી કે ઊનગામ સંજયનગરમાં રહેતો બાબુ ગની પઠાણ પોતાની પાસે ગેરકાયદે હથિયાર અને કારતુસ રાખે છે જે બાતમીનું વર્કઆઉટ કરી તેના ઘરે રેડ પાડી હતી જેમાં બાબુ પઠાણ પાસેથી બે પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા. જેથી એસઓજીની ટીમે બાબુ પઠાણની પૂછપરછ કરતા દોઠ વર્ષ પહેલા લિંબાયત ઝોન ઓફિસની બહાર ચાવી બનાવતા સરદારજી પાસેથી ત્રણ પિસ્તોલ અને ૩૬ કારતૂસ ખરીદ્યા હતા. જેમાંથી એક પિસ્તોલ ઘર પાસે જ રહેતા તેના ભાગીદાર મોહમદ ફિરોજ અબ્દુલ ગફાર આકબાની અને રઈશ અહેમદ બિસ્મીલ્લા પટેલને ૨૬ કારતૂસ આપ્યાની કબૂલાત કરતા પોલીસે બન્નેની ધરપકડ કરી કુલ ત્રણ પિસ્તોલ અને ૩૬ કારતૂસ કબજે કર્યા હતા.

 ભાગીદારીમાં જમીન અને પ્લોટની દલાલીનું કામકાજ કરે છે જેમાં સગરામપુરાના માથાભારે આરીફ સુરતી સાથે માથાકુટ ચાલતી હોવાથી સ્વબચાવ માટે પિસ્તોલ રાખતા હોવાની કબૂલાત પકડાયેલા ત્રણેયે કરી છે.

(11:41 pm IST)