Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભરૂચમાં ઉત્તર ભારતીયો દ્વારા છટ્ઠ પૂજાની ઉજવણી :નર્મદા નદી કાંઠે પૂજા-અર્ચન

ભરૂચ જિલ્લામાં વસતા હજારો ઉત્તર ભારતીય સમાજ ના લોકોએ વિધિવ્રત પૂજન અર્ચન કરી છઠ્ઠ પૂજા ની ઉજવણી કરી હતી.ભરૂચના નિલકંઠડેશ્વર નર્મદા નદીના કાંઠે સૂર્યોદય થી નિર્જલા વ્રત કરી છઠ્ઠ પૂજાની શરૂઆત કરી સૂર્ય અસ્ત સાથે જળ કુંડ તેમજ જળ સ્ત્રોતમાં ખડે પગે રહી પૂજન અર્ચન કરવામાં આવી હતી.બાદ સવારે સૂર્યોદયની પૂજા કરી નવા વસ્ત્રો અને પરિધાન પહેલી પરંપરા રીતે ઉત્સવની ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે

  ભરૂચના નિલકંઠડેશ્વર ઘાટ ઉપર તંત્ર દ્રારા છઠ્ઠ પૂજા ના ઉત્સવમાં ખલેલ ન પહોંચે તે માટે અગાઉ થી તડામાર તૈયારી આરંભી દેવામાં આવી હતી.જે બાબતે ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓએ પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

(11:39 pm IST)