Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઝઘડિયાના ભલોદ આઉટ પોસ્ટના એ એસ આઈ જસવંત વસાવા 15 હજારની લાંચ લેતા ઝડપાયા

રાજપીપળા એસીબીએ છટકું ગોઠવીને રંગેહાથ પકડી લીધા

ઝઘડિયા તાલુકાના ભલોદ આઉટ પોસ્ટના એ એસ આઈ. જસવંત છના વસાવા રૂપીયા 15,હજારની લાંચ  લેતા રાજપીપલા એ.સી બીના હાથે ઝડપાયા હતા.

 

   આ અંગે અમ્લતી વિગત મુજબ રાજપારડી પોલીસ સ્ટેશનના ભલોદ આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા એ. એસ. આઈ.એ બુટલેગર પાસેથી લાંચની માગણી કરી હતી. જે અંગે ACB માં ફરિયાદ કરી હતી. જેનાં આધારે આજે રાજપીપળા એસીબી એ છટકું ગોઠવ્યુ હતું. દરમિયાન રૂપીયા 15000 ની લાંચ લેતા રંગે હાથે ઝપાઇ ગયા હતા.

(11:38 pm IST)