Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વલસાડઃ પ્રેમીએ પરિણીત પ્રેમિકાને કર્યો વીડિયો કોલ, પતિએ ભાંગી નાખ્યા હાડકાં!

કુંવારા યુવાનને પરિણીત મહિલા સાથે પ્રણયફાગ ખેલવાનું ભારે પડ્યું હતું

વલસાડની પરિણીત મહિલા સાથે ફેસબુક ઉપર મિત્રતા બંધાયા બાદ પ્રણયફાગ ખેલવાનું એક યુવકને ભારે પડ્યું હતું. આ અંગે મહિલાના પતિને જાણ થતાં જ પત્ની મારફતે યુવાનને છરવાડા ધરાસણા કોસ્ટલ હાઇવે ઉપર મળવા માટે બોલાવ્યો હતો. ત્યાર બાદ પોતાના સાગરીતો સાથે  હોકી અને લોખંડના પાઇપના ફટકા મારીને હાથપગ તોડી નાંખ્યા હતા.

 

   એક ગુજરાતી અખબારમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે  અટગામ નજકના એક ગામમાં રહેતા અમર ઠાકોર (નામ બદલ્યું છે) અને વલસાડમાં રહેતા ઇસમની પત્ની વચ્ચે ફેસબુક ઉપર મિત્રતા થઇ હતી. ત્યારબાદ ચેટિંગ કરતાં કરતાં પ્રેમ સંબંધો પણ પાંગર્યા હતા. પરિણીત મહિલાના પ્રેમમાં ઘેલા બનેલા અમરને ગત 8-11-2018ના રોજ પરિણીતાને વીડિયો કોલ કર્યો હતો. તેના કમનસીબે ફોન પરિણીતાના પતિએ રિસિવ કર્યો હતો.
  પતિને પત્નીના અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં પતિ ક્રોધે ભરાયો હતો. અને પ્રેમીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. આમ પત્ની પાસે અમરને ફોન કરાવીને ગત 9-11-18એ છરવાડા ધરાસણા કોસ્ટલ હાઇવે પર એકાંત જગ્યાએ મળવા બોલાવ્યો હતો.
  પ્રેમિકાને એકાંતમાં મળવાના વિચારથી જ રોમાંચિત થઇ ઉઠેલો અમર તરત જ નક્કી કરેલા સ્થળ ઉપર દોડી ગયો હતો. જ્યાં પતિ અને તેના ચાર સાગરીતો સાથે અગાઉથી જ ફિલ્ડિંગ ગોઠવીને ઊભો હતો. પતિ અને તેના સાગરીતો હોકી સ્ટીક અને લોખંડના પાઇપ જેવા સાધનો લઇને અમર ઉપર તૂટી પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા પતિએ અમરના હાથ પગ તોડી નાંખ્યા હતા અને ત્યાં જ ફેંકીને ફરાર થઇ ગયા હતા.

(11:19 pm IST)