Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મહેમદાવાદ તાલુકામાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ અમદાવાદના બે શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા

નડિયાદ : મહેમદાવાદ સ્થાનિક પોલીસે ઘોડાસર-હલદરવાસ રોડ પરના પહાડીયા પાટીયા ડીપમાંથી દેશીદારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. આ બનાવ અંગે પોલીસે  અમદાવાદના બે સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ ે બાતમી અન્વયે  સ્થાનિક પોલીસની ટીમે  બાતમી આધારિત સ્થળે વોંચ ગોઠવી હતી. તે  સમયે બાતમી આધારિત ગાડી પસાર થતા તેને રોકી તલાસી લેવામાં આવી હતી. ગાડીમાં સવાર બે વ્યક્તિઓને નીચ ેઉતારી નામ પૂછતા રાહુલભાઇ પ્રકાશભાઇ રાવલ રહે, કઠવાડા ગામ ગોકુલ ગેલેકસી ફલેટ બ્લોક અમદાવાદ અને મનોજ દિપકભાઇ વાળંદ રહે, દરજીનો ખાચો વાડી ગામ દરીયાપુર  દરવાજા અમદાવાદના જણાવ્યુ હતુ.

પોલીસ ટીમે  દેશી દારૂ કુલ-૯૫૨ લીટર કિ.રૂા.૧૯, ૦૪૦, અંગઝડતી કરતા ફોન નંગ-૨ કિ. રૂા. ૨૫૦૦, રોકડ રૂા. ૭૦૦, ગાડી કિ. રૂા. ૧૦, ૦૦, ૦૦૦ એમ મળી કુલ રૂા. ૧૦, ૨૨, ૨૪૦ નો  મૂદ્દામાલ  જપ્ત કર્યો  હતો. આ બનાવ અંગે  સ્થાનિક પોલીસે રાહુલભાઇ પ્રકાશભાઇ રાવલ, મનોજ દિપકભાઇ વાળંદ, દિલીપભાઇ ઉફ ર્ેદિપો કનુભાઇ ડાભી રહે, કાકરખાડ જોગણીમાતાજીના મંદિર પાસે કઠલાલ અને ચંદાભાઇ નંદલાલ સેજવાણી  રહે, અમદાવાદ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:00 pm IST)