Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

બાલાસિનોરમાં સ્મશાનમાંથી લોખંડની સગડીઓની ચોરી કરનાર સાગરીતને અદાલતે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

બાલાસિનોર : બાલાસિનોરમાંથી પકડાયેલી સ્મશાન ગૃહોમાંથી લોખંડની સગડીઓ ચોરતી તથા ઘરફોડ કરતી દેવીપૂજક ગેંગના કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા છે.

મધ્ય ગુજરાતમાં ચોરી કરતી અને ખાસ કરીને અંતિમધામોને જ નિશાન બનાવતી ખેડાની આ દેવીપૂજક ગેંગને બાલાસિનોર પોલીસે ઝડપી લીધી હતી. પોલીસ દ્વારા કપડવંજ, ઠાસરા, કઠલાલ, બાયડ, ગળતેશ્વર સહિતના સ્થળોએથી રાતના સુમારે રેકી કરી લોખંડની એન્ગલો તથા ઘરફોડ ચોરી કરનારી આ ગેંગના છ સભ્યોને બાતમીના આધારે ઝડપી લીધા હતા. પોલીસે આ દેવીપૂજક ગેંગને ઝડપી વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. બાલાસિનોર જુડીશીયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપીઓને રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગે પીઆઈએ જણાવ્યું હતું કે આરોપીઓની સઘન પૂછપરછ કરીને અન્ય ચોરીના ગુના તથા મુદ્દામાલ અંગે તપાસ કરી મુદ્દામાલ હસ્તગત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(5:59 pm IST)