Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ત્રીજા દિવસે પણ ૯ બાઇક કબ્જે, બાઇક ચોર ગેંગ પાછળ સુરત સીપી અજયકુમાર તોમર કેમ આદુ ખાઇ પાછળ પડયા છે? જાણવા જેવી કથા

ગરીબ, મધ્યમ વર્ગના લોકો દ્વારા છલકતી આંખો દ્વારા થયેલ રજૂઆતોથી જયારે પોલીસ કમિશ્નર પણ દ્રવી ઉઠેલા : પીઆઇ ડી.એસ.કોરાટ ટીમને પણ બિરદાવી, પીઆઇ વિજયસિંહ ગડેરિયા ટીમ પછી વધુ એક ટીમ સફળતાને વરી

રાજકોટ તા.૧૪ : સુરતને ડ્રગ્સ મુકત કરવા સાથે ગેરકાયદે હથિયારો મુકત, વોન્ટેડ અપરાધીઓ સમાજમાં નહિ જેલમાં રાખવાના અભિયાનથી સંતોષ માનવાના બદલે શહેરના મધ્યમ વર્ગ તથા સામાન્ય વર્ગના લોકો દ્વારા મહામુસીબતે લોન લઇ લીધેલ બાઇક ઉપડી જતા હોવાની જે આંસુ છલકાતી આંખો દ્વારા થયેલ રજૂઆતોથી દ્રવી ઉઠેલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા તમામ પોલીસ મથકોને વાહન ચોક ગેંગો શોધવા આપેલ આદેશ મુજબ ચાલતી ઝુંબેશમાં એક સપ્તાહમાં બીજી વખત મોટી સફળતા સાપડી છે.

અઠવા લાઇન પોલીસ મથકના પીઆઇ ડીએસ કોરાટ ટીમ દ્વારા પોતાના બાતમીદારોને કામે લગાડી બે શખ્સોને ઝડપી ૯ બાઇક કબ્જે કર્યા છે. અત્રે યાદ રહે કે ઉકત અભિયાન અંતર્ગત અમરેલી પોલીસ મથક દ્વારા પણ બાઇક કબ્જે કરવામાં આવેલ એ બાબત જાણીતી છે. પીઆઇ ડી.એસ.કોરાટ તથા પીએસઆઇ એમ.આઇ.વસાવા, ડી.કે.રાઠોડ, સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ અને કારાભાઇ વિ.પોતાના વિશ્વાસુ બાતમીદારો પાસેથી મળેલ બાતમી આધારે વોચ ગોઠવી જાળ બિછાવી હતી.

મળેલ બાતમી અનુસાર વાહન ચોરી કરતા બે ઇસમો નંબર પ્લેટ વગરની ચોરીની સફેદ કલરની સુઝુકી એકસેસ મોપેડ લઇને માછીવાડ સર્કલ પાસેથી પસાર થનાર છે. જેમાં એક ઇસમે શરીરે લાલ કલરનું શર્ટ તથા નાઇટ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઇસમે શરીરે કાળા કલરનું વાદળી પટ્ટાવાળુ લાંબી બાયનુ શર્ટ તથા નાઇટ પેન્ટ પહેરેલ છે. વગેરે મતલબની બાતમી હકીકત આધારે માછીવાડ સર્કલ પાસેથી આરોપી ૧) આસીફ હબીબ શાહ તથા આરોપી (ર) મોહમ્મદ સાદીક દસ્તગીર શાહ નાઓને પકડી પાડી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૯ વાહનોની ચોરી કરેલાની કબુલાત કરેલ અને આ વાહનો તેઓએ આરોપી નં.(૩) મોહમ્મદ તબરેજ  નઝીર અહેમદ ટેલર નાઓને આપેલ હોવાનુ જણાવતા તેને પકડી પાડી તેને વિશ્વાસમા લઇ પુછપરછ કરતા તેણે આ વાહનો જીલ્લાની બ્રીજના નીચે અલગ અલગ જગ્યાએ છુટી છવાઇ રાખેલ હોવાનું જણાવતા તેઓને સાથે રાખી નીચે મુજબના કુલ ૧૦ વાહનો સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ કબ્જે કરી તા.૧૨-૧૦-૨૦૨૧ના કલાક રરઃ૨૦ વાગ્યે ઉપરોકત આરોપીઓને અટક કરી પોકેટ કોપની મદદથી ખરાઇ કરી નીચેના ગુન્હાઓનો ભેદ ઉકેલી મોટર સાયકલ મોપેડ નંગ ૧૦ કુલ કિ.૩,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રશંસનીય કામગીરી કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(3:23 pm IST)