Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પાટણમાં બેકાબૂ બનેલી જીપે રોડ પાસે ઘરમાં સુતેલા બે લોકોને કચડયા :યુવતીનું કરૂણમોત

અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ :જીપચાલક ફરાર

પાટણમાં બેકાબૂ બનેલી જીપ દિવાલ તોડીને ધડાકાભેર ઘરમાં ઘૂસી ગઈ હતી.જીપચાલકે બે લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટના માં એક 55 વર્ષીય વ્યક્તિ અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ ઘટના જીમખાના નજીકની છે. જ્યાં રસ્તા પર આવેલા એક ઘરમાં પરિવાર સૂતો હતો.

રાત્રે સૂતેલા સભ્યોએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે તેમની સવાર આટલી ભયાનક હશે.તેમની આંખ ઉઘડે અને સવાર પડે તે પહેલા જ જીપ કાળ બનીને આવી. આ ઘટનામાં એક યુવતીનું મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ જીપચાલક ફરાર થઈ ગયો છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.. ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા

(12:17 pm IST)