Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આસોમાસની શુદિ હરિનૌમિના દિને મેમનગર ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર -- રાજોપચાર પૂજન

નૂતન ભોજનલયમાં મહાપૂજા કરવામા આવી

   અમદાવાદ તા ૧૪ પવિત્ર આસોમાસની હરિનૌમિના દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતુ.

   આ રાજોપચાર પૂજનમાં ભગવાનનું ચાર વેદ, શાસ્ત્ર - પુરાણોના પાઠ સાથે વૈદિક પુરુષ સુક્તના મંત્રોનું સ્તવન, તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, રાસ-નૃત્ય વગેરે ઉપચારો તેમજ મૂર્તિઢગ ફુલની પાંખડીઓથી ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું.

   વેદોક્ત વિધિ સાથે પૂજન બાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સંતો દ્વારા  નિલકંઠ વર્ણી ભગવાનનો પયોભિષેક કરવામાં આવેલ. અભિષિકત કેસર અને સાકર મિશ્રિત દૂધ બાળકોને અને હૃરિભકતોને વહેંચવામાં  આવેલ.

મહાપૂજા અને રાજોપચારની તમામ વિધિ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો ભગીરથભાઇ ત્રિવેદી, જોષી ચિતનભાઇ અને કૌશિક મહારાજે કરાવી હતી.

પ્રતિ, આદરણીય તંત્રી શ્રી

  કનુભગત

 

(11:42 am IST)