Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

હરસિધ્ધિ માતાના મંદિર પરિસરમાં આઝાદિકા અમૃત મહોત્સવ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા જાહેર આમંત્રણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા ધ્વારા “આઝાદિકા અમૃત મહોત્સસવ” ની થીમ આધારિત તા.૧૫/૧૦/૨૦૨૧ ના રોજ હરસિધ્ધિ માતાના મંદિર પરિસર ખાતે સાંજે ૫:૩૦ થી ૦૭:૦૦ વાગ્યા દરમિયાન પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવનાર છે, સાંસ્કુતિક કાર્યક્રમ નિહાળવા નર્મદા જિલ્લાની જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી પી.એ .હાથલીયા, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રાજપીપળા દ્વારા જણાવાયું  છે.

(10:36 pm IST)