Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ડેડીયાપડાના મોસ્કુવામાં જમીનના રૂપિયા બાબતે થયેલી બોલાચાલીમાં મારી નાંખવાની ધમકી આપનાર 04 વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપડા તાલુકાના મોસ્કુવા ગામે જમીનના રૂપિયા બાબતે માથાકૂટ થતા માર મારી ધમકી આપનાર ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મનુભાઇ વલ્ફુભાઇ ડાગર (રહે. મોસ્કુવા ટેકરા ફળિયુ )નાઓ એ આપેલી ફરીયાદ મુજબ ગામના સતીષભાઇ સોમાભાઇ વસાવા એ તેમને જણાવેલ કે અમારી જમીન તમેં મકાન બાધવા માટે લીધેલ છે જે જમીન ના રૂપિયા અમને કેમ ઓછા આપ્યા છે તેમ કહી વધારે પૈસા ની માગણી કરતા મનુભાઈ એ કહેલ કે તમને પૈસા આપી દીધા છે જેથી હુ તમને વધારે રૂપિયા નહી આપુ તેમ કહેતા ગાળો બોલી એકદમ ઉશ્કેરાય જઇ જમીન ઉપર પડેલ લાદી નો ટુકડો મનુભાઈ ના કપાળના ભાગે મારી દીધેલ તથા મુળજીભાઇ સોમાભાઇ વસાવા, અરવિંદભાઇ સોમાભાઇ વસાવા અને સોમાભાઇ તુલિયાભાઇ વસાવા એ પણ ગાળો આપી ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા ડેડીયાપડા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:38 pm IST)