Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગુજરાતમાં રાહણ દહન કાર્યક્રમ યોજી શકાશે

હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ગાંધીનગર,  તા.૧૩ : ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહન મામલે પણ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે રાહણ દહન કાર્યક્રમ યોજી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે, હિન્દુ સંસ્કૃતિમાં રાવણ દહનનું એક ખુબ મોટું મહત્વ છે અને રાજ્યના સૌ નાગરિકોના જે દર વર્ષની જેમ રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે થઈ શકે તે માટે નવરાત્રિની જેમ જ ૪૦૦ લોકોની એસઓપી અંતર્ગત રાવણ દહનની પરમિશન અમે લોકો આપવાના છીએ. રાજ્ય સરકાર તમામ તહેવારોને કોવિડને કંટ્રોલમાં રાખીને ઉડવી શકે તે માટે કટીબધ્ધ છે.

(9:20 pm IST)