Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વડોદરામાં તબીબોની ઘોર બેદરકારી : મહિલાની પ્રસુતિ બાદ બે પેડ તબીબો ભૂલી ગયાનો આરોપ

મહિલાને ઇન્ફેક્શન થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો

 

વડોદરાના  સયાજી હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિગૃહમાં તબીબોની ગંભીર બેદરકારી સામે આવી છે. મહિલાની પ્રસુતિ બાદ બે પેડ તબીબો ભૂલી ગયા. જેના કારણે મહિલાને ઇન્ફેક્શન થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે

  . જોકે અંગે પરિવારજનો જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ફરજ પરના તબીબનો પ્રસૃતિના પરિજનો સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે ત્યારબાદ ડોકટર્સે પીડિતાને તાત્કાલીક સારવાર આપવાની વાત કરી હતી.

   સમગ્ર ઘટના બાદ ભોગ બનનાર પ્રસુતા પોલીસ મથક પહોંચી હતી અને તેની સાથે થયેલી પ્રકારની ગંભીર બેદરકારી અંગે રજૂઆત કરી હતી.

(10:49 pm IST)