Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ખેલ મહાકુંભ 2019 અમદાવાદ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં વિરમગામના વિદ્યાર્થીઓ ઝળક્યા

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાકક્ષાની એથ્લેટિકસ સ્પર્ધા ધંધુકા ખાતે યોજાઇ હતી

 વિરમગામ: ખેલ મહાકુંભ 2019 અંતર્ગત અમદાવાદ જીલ્લાકક્ષાની એથ્લેટીક સ્પર્ધા ધંધુકા ખાતે યોજાઇ હતી અને જીલ્લાકક્ષાની સ્પર્ધામાં વિરમગામના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો

  . ધંધુકા મુકામે યોજાયેલ અમદાવાદ જીલ્લાકક્ષાની સ્પર્ધાના દોડ વિભાગમાં ધોરાળીયા અશોક 1500મી ગોલ્ડમેડલ, ઠાકોર બલરામ 3000 મી સિલ્વરમેડલ,  કુમરખાનીયા વિષ્ણુ 400મી હડલ્સ ગોલ્ડમેડલ, શાહ કુંજેશ 110મી હડલ્સ ગોલ્ડમેડલ,  ઠાકોર કિંજલ 800મી સિલ્વરમેડલ,  ઠાકોર આરતી 5000મી ગોલ્ડમેડલ જીતીને ડીસીએમ કોલેજ સહિત વિરમગામ પંથકનું નામ રોશન કર્યુ હતુ.

  આ ઉપરાંત ફેક વિભાગમાં  ઠાકોર દિપીકાએ  ચક્રફેકમા સિલ્વરમેડલ અને ગોળાફેક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આચાર્ય અવનિએ  હથોડાફેક ગોલ્ડમેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતુ. આ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા 23 ઓક્ટોબરના રોજ ગોધરા મુકામે યોજાનાર સ્પર્ધામાં અમદાવાદ ગ્રામ્ય નુ પ્રતિનિધિત્વ કરશે. ખેલાડીઓને અમિત ચોધરી કોચ માર્ગદર્શન આપી રહ્યા છે તેમ વિજેતા વિદ્યાર્થીઓએ જમાવ્યુ હતુ.

(7:03 pm IST)