Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

આણંદ તાલુકાના બોરીયાવીમાં અગમ્ય કારણોસર બપોરના સુમારે કૌટુંબિક ભત્રીજાએ કાકાને માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ: તાલુકાના બોરીયાવી ગામના પટાકનગરમાં રહેતા કાળીદાસભાઈ રાઠોડે આજે બપોરના સુમારે પોતાના પુત્ર ગીરીશભાઈને કૌટુંબિક ભત્રીજા દશરથભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ સાથે મિત્રતા તથા સંબંધ નહીં રાખવા અને ઘરે જતા રહેવાનો ઠપકો આપ્યો હતો.

જેથી દશરથભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને કાળીદાસભાઈને ગડદાપાટુનો માર માયો હતો. ત્યારબાદ પોતાની પાસેનુંં ધારીયું જમણા હાથની કોણી ઉપર મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. તેમને પ્રથમ આણંદ નગરપાલિકા અને ત્યાંથી વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટાંકા લેવા પડ્યા હતા. અંગે આણંદ રૂરલ પોલીસે ભરતભાઈ કાળીદાસભાઈ રાઠોડની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:54 pm IST)
  • નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર કર્યું છે કે નક્સલીઓને વ્યવસ્થિત નાણા ભંડોળ મળી રહ્યું છે અને તેમનો હેતુ દેશમાં આતંક ફેલાવવાનો છે access_time 11:00 pm IST

  • એનસીપી અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચેની લીંક અંગે ક્યારેય પણ તપાસ થઇ ન હોવાનું જાણીતા ધારાશાસ્ત્રી મહેશ જેઠમલાણીએ કહ્યું છે access_time 10:56 pm IST

  • મુંબઈમાં આજે રાહુલ ગાંધીની રેલીમાં મુંબઈ કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ મિલિન્દ દેવરા અને સંજય નિરુપમ ગેરહાજર રહ્યાં હતા access_time 11:01 pm IST