Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વિરમગામના ત્રિપદા ગુરુકુલમ ખાતે શરદ પૂર્ણિમાએ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો

શીતળ પ્રકાશમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ગરબે ઘુમ્યા

વિરમગામ: નવરાત્રિની જેમ શરદ પૂર્ણિમાએ રાસ ગરબા રમવાનું અનોખું મહત્વ છે. અમદાવાદ જીલ્લાના વિરમગામના ત્રિપદા ગુરુકુલમ ખાતે શરદ પૂર્ણિમાએ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.

  આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબે રમ્યા હતા. શરદ પૂર્ણિમાના શીતળ પ્રકાશમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ગરબે ઘુમ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક, આચાર્ય, શિક્ષકો સહીતના શુભેચ્છકોએ જહેમત ઉઠાવી હતી.

(6:51 pm IST)