Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

હાલોલ-વડોદરા રોડ પર પોલીસે બાતમીના આધારે બે દારૂ ભરેલ ગાડીને ઝડપી પાડી: ચારણી રંગે હાથે ધરપકડ

વડોદરા: શહેરના હાલોલ-વડોદરા હાઇવે પર દારૃનો જથ્થો ભરીને આવતી બે ગાડીને પોલીસે ઝડપી પાડી અમદાવાદના બે તેમજ રાજસ્થાનના ઉદયપુરના બે મળી ચાર શખ્સોની ધરપકડ કરી છે જ્યારે એક ગાડીનો ચાલક ફરાર થઇ ગયો છે.

જરોદ નજીક આલમગઢ બસ સ્ટેન્ડ પાસે પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન સફેદ રંગની હોન્ડા એકોર્ડ કાર આવતા તેને રોકી તપાસ કરતાં કારમાં દારૃ અને બીયરનો જથ્થો મળી રૃા..૦૪ લાખ કિંમતની ૫૦૪ બોટલો મળી  હતી. પોલીસે દારૃના જથ્થા સાથે સમીરહુસેન સાહીદહુસેન અન્સારી (રહે.કેનાલ રોડ, અંબા ટાવર, સરખેજ, અમદાવાદ) અને અરબાજખાન યુસુફખાન પઠાણ (રહે.સોદાગરની પોળ, કાલુપુર ટાવર, અમદાવાદ)ની ધરપકડ કરી બે મોબાઇલ, કાર સહિત કુલ રૃા..૦૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

(6:46 pm IST)