Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે જીએસટીનો સર્વે

રાજવી પરિવાર દ્વારા આયોજિત પેલેસ હેરિટેજ ગરબાની ઓફિસે પણ સર્વે

વડોદરા : જીએસટી વિભાગે સતત બીજા દિવસે વડોદરામાં ગરબા આયોજકોને ત્યાં દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આજે યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે સર્વે હાથ ધરાયો છે. આ સાથે રાજવી પરિવાર દ્વારા આયોજિત પેલેસ હેરિટેજ ગરબાની ઓફિસે પણ સર્વે કરવામાં આવ્યો છે.

   ગ્રાહકો પાસેથી આડેધડ રકમ વસુલાઈ હશે તો ગરબા આયોજકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આવક અને જાવકનો હિસાબ માગવામાં આવશે.

(12:09 pm IST)