Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીના વેચાણના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની રાતભર લાંબી લાઈનો

રાતથી જ 300થી વધુ જેટલા ટેક્ટર લઈને એક હજાર જેટલા ખેડૂતો લાઈનોમાં ઉભા

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ રાતભર લાંબી લાઈનો લગાવી હતી. ખેડૂતો રાતભર લાઈનમાં ઉભા રહ્યા હતા. માર્કેટ યાર્ડ આગળ એક કિલો મીટર સુધી ટ્રેકટરોની લાંબી લાઈન લાગી છે. ગઈકાલે રાતથી જ 300થી વધુ જેટલા ટેક્ટર લઈને 1 હજાર જેટલા ખેડૂતો લાઈનોમાં ઉભા છે

  દિવાળી નજીક હોવાથી ખેડૂતો પણ જે ભાવ મળે તે ભાવે મગફળી વેચીને રોકડી કરી લેવા માંગે છે. સાબરકાંઠા જીલ્લામાં મગફળીનું માતબર ઉત્પાદન થયુ છે. કહી શકાય તેટલુ ઉત્પાદન થયું છે. તો સામે આ વખતે મગફળીના ભાવ પણ ઊંચા બોલાયા છે. જેને લઈને દિવાળી સુધારી લેવા માટે ખેડૂતો હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીનો પાક લઈને ઉમટી રહ્યા છે.

  છેલ્લા એક અઠવાડિયામાં મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઉમટી પડતા હોવાને લીધે છે કે સમી સાંજ સુધી નંબર લાગતો નાં હોવાને કારણે રવિવારના રોજ ૧૨ વાગ્યાથી ખેડૂતોએ માર્કેટ યાર્ડ આગળ લાઈનો લગાવી દીધી છે. તો ટ્રેક્ટરમાં ડીઝલની કરી નાં થાય એ માટે રાત આખી જાગતા બેસી રહ્યા છે.

(12:07 pm IST)