Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

સુરતમાં પાંડેસરા વિસ્‍તારમાં ઘરેથી રાત્રે ઘરની બહાર નિકળેલા યુવકનો મૃતદેહ મળ્યો, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ : પરિવારમાં શોકનો માહોલ

શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવક શુક્રવારની રાત્રે મોડી રાત્રે ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારે આ યુવકની શંકાસ્પ્રદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું.

ચેતન પટેલ/સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવક શુક્રવારની રાત્રે મોડી રાત્રે ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારે આ યુવકની શંકાસ્પ્રદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. મોડી રાત્રે તેની બાઈક અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના માથામાં ઈજાના નિશાન છે, જ્યારે શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન ન મળી આવતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં યુવકનું અકસ્માતમાં મોત થયું છે.

પાંડેસરા રહેતા મૂળ બિહારના અમરજીતસિંગ સંયુક્ત પરિવારમાં રહેતો હતો. અને ડાઈંગ મીલમાં ફોલ્ડીંગ ખાતાનો કોન્ટ્રાક્ટર હતો. છેલ્લા સાત વર્ષથી અમરજીતસિંગ સુરતમાં રહેતો હતો. શુક્રવારની રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા બાદ કોઈ અજાણ્યાનો ફોન આવ્યો હતો. અને તે દરમિયાન અમરજીતસિંગ બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત્રે વેસુ વિસ્તારમાં તેની બાઈક ખજુરીના ઝાડ સાથે અથડાઈ અકસ્માતગ્રસ્ત મળી આવી હતી. અમરજીતસિંગના પાસેથી મળી આવેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. અમે તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

અમરજીતસિંગને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં શોકની માહોલ છવાઈ ગયો હતો. પરિવાર તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ બાઈક જોઈ હતી. જેમાં બાઈકની એક સાઈડમાં નુકસાન થયેલું જોવા મળ્યું હતું. જ્યારે અમરજીતસિંગના માથામાં ઈજા મળી આવી હતી. જોકે, અકસ્માત થયો હોવા છતા શરીર પર અન્ય કોઈ જગ્યાએ ઈજા ન હોવાથી પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

(12:21 pm IST)