Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

એક કરોડથી વધારે રકમના ૨૦ વાહન સાથે ત્રણ જબ્બે

આંતરરાજ્ય વાહન ચોર ટોળકી પકડાઈઃ બનાસકાંઠા જિલ્લા પોલીસની એલસીબી ટીમને સફળતા

પાલનપુર, તા. ૧૩: બનાસકાંઠા જિલ્લા પોલીસની એલસીબી ટીમે આંતરરાજ્ય ાહનચોર ટોળકીને ઝડપી લઇ રૂપિયા એક કરોડ ઉપરાંતના ૨૦ જેટલા ફોર વ્હીલર વાહનો જપ્ત કર્યા છે. વાહન ચોર ટોળકી વાહન ચોર્યા બાદ તેના નેસરથી ચેચીસ અને એન્જિન નંબર પાડી રજિસ્ટ્રેશન કરાી તેનું વેચાણ કરી વ્યવસ્થિત નેટવર્ક ચલાવતા હતા. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમે વાહન ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની અટકાયત કરી છે. પોલીસે પાલનપુરના એરોમાં સર્કલ પાસેથી ભુરાભાઈ રાજપૂતને બોલેરો કાર સાથે પકડી તેની તપાસ કરતા ચેસીસ અને એન્જીન નંબર ઘસીને નવેસરથી લખેલા જણાયા હતા.  જેથી શંકાના આધારે તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે અત્યાર સુધી ભુરાભાઈ મહાદેવભાઈ રાજપૂત રહે. ટડાવ તા. વાવ, ભુદરારામ ઉર્ફે ભરત સાગતાજી પુરોહિત, રહે. વીંઝીવાડી, તા. સાંચોર, રાજસ્થાન અને પ્રકાશ કેવલાજી પંચાલ રહે. વજેગઢ તા. થરાદ એ ત્રણ આરોપીને પકડી એક કરોડ ઉપરાંતની કિંમતના ૨૦ ફોર વ્હીલર વાહનો જેમાં ૮ બોલેરો કાર, ૮ પિકઅપ ડાલા સહિત અન્ય કારો જપ્ત કરીછે. આ વાહન ચોર ટોળકીએ ગુજરાતના તમામ સ્તિારો ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ વાહનો ચોરી કર્યા છે. ચોરી બાદ વાહનોના એન્જિન અને ચેસીસ નંબર ઘસી નાંખી પંચ વડે નવેસરથી એન્જિન અને ચેચીસ નંબર મોર્ફ કરતા હતા જેના આધારે તેઓ કોટા સેલ લેટર અને એનઓસી બનાવી અલગ અલગ જિલ્લાઓની આરટીઓ કચેરીમાંથી રજિસ્ટ્રેશન કરાવી ચોરીની ગાડીઓને વેચવાનું કામ કરતા હતા. જેથી આ નેટવર્કમાં આરટીઓ કચેરીઓના કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

(9:49 pm IST)