Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગુજરાત પોલીસમાં ભરતી માટે ઉમેદવારોને મોટી તક : પોલીસદળમાં 7610 જગ્યાઓ પર ભરતીની લીલીઝંડી

રાજ્ય સરકારે પોલીસ મહેકમમાં વધારાનો કર્યો નિર્ણય: પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી અને જેલ સિપાહી જગ્યા માટે ભરતી

અમદાવાદ : ગુજરાત પોલીસમાં ભરતી થવા માગતા ઉમેદવારો માટે મોટી તક આવી છે રાજ્ય  પોલીસના મહેકમમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પોલીસ દળમાં 7610 જગ્યાઓ પર ભરતીની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ વિભાગે જગ્યાઓને મંજૂરી કરતો પત્ર રજૂ કર્યો છે.

   હાલ કોરોના સંકટ ચાલી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પોલીસની ભરતી અને પરીક્ષાઓને લઇને વિવાદો સર્જાઇ ચૂક્યા છે. તો ઉમેદવારો મોટા આંદોલનો પણ કરી ચૂક્યા છે. તેવામાં હવે પોલીસની તૈયારી કરનારા ઉમેદવારો માટે પોલીસની ભરતી આશાનું કિરણ છે. ગૃહમંત્રાલયની બેઠકમાં રાજ્યમાં પોલીસ ભરતીને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમીક્ષા બેઠકમાં પોલીસ દળમાં 7610 કર્મીઓની ભરતીને મંજૂરી મળી છે. લોક રક્ષક ભરતી બોર્ડે ગુજરાત પોલીસ દળમાં પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી અને જેલ સિપાહીની કુલ 7610 જગ્યાઓમાં ભરતીને મંજૂરી મળી છે.

(9:22 pm IST)