Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હાઇકોર્ટે હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશનની સંપત્તિ સ્થગિત કરતો આદેશ હટાવી દીધો

પિટિશન પરત ખેંચતા સંપત્તિ સ્થગિત કરતો આદેશ રદ થયો

અમદાવાદ : હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપનીની તમામ સંપત્તિ રદ કરવાનો આદેશ હાઇકોર્ટે આપ્યો હતો. જો કે યુનાઇટેડ કિંગ્ડમની અરજદાર કંપનીએ હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન સામેની પિટિશન પરત ખેંચતા સંપત્તિ સ્થગિત કરતો આદેશ રદ થયો છે.

વડોદરામાં હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન લિસ્ટેડ કંપની હોવાથી સંપત્તિ સ્થગિત કરતો સ્ટે હટયો હોવા અંગે બોમ્બે સ્ટોક એક્સચેન્જને પણ જાણ કરી છે. બંગાળની ખાડીમાં આવેલા પી.વાય.-3 ઓઇલ ફિલ્ડમાં હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન લિમિટેડ, યુનાઇડટેડ કિંગ્ડમની અરજદાર કંપની હાર્ડી ઓઇલ એન્ડ ગેસ, ઓ.એન.જી.સી., અને ટાટા પેટ્રોડાઇનને કોન્ટ્રાક્ટ મળ્યો છે. પી.વાય.-3 ઓઇલ ફિલ્ડમાં હાર્ડી ઓઇલનો 18 ટકા હિસ્સો, ઓ.એન.જી.સી.નો 40 ટકા, ટાટા પેટ્રોડાઇનનો 21 ટકા અને હિન્દુસ્તાન ઓઇલ એક્સ્પ્લોરેશનનો 21 ટકા હિસ્સો હતો. આઇલ ફિલ્ડમાં આ ચારેય કંપનીઓ જોઇન્ટ ઓપરેટર હોવાથી સેમસન કંપનીએ 3.93 મિલિયન ડૉલર ચૂકવવાના હતા.

આ ચૂકવણીના વિવાદ સાંભળવા બેઠેલી આર્બિટ્રેશન પેનલે હિન્દુસ્તાન ઓઇલ એક્સ્પ્લોરેશનને 27 કરોડથી પણ વધુ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. જે કે આ રકમની ચૂકવમી ન થતાં મૂળ યુ.કે.ની કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં હિન્દુસ્તાન ઓઇલ એક્સ્પ્લોરેશન સામે પિટિશન કરી હતી. જેમાં તેમની રજૂઆત હતી કે પ્રતિવાદી કંપનીની સંપત્તિ કરતા દેવાની સંખ્યા વધુ છે અને આવી પરિસ્થિતિમાં તેમની લેણી નીકળતી રકમની વસૂલાત શક્ય નથી. જેથી હાઇકોર્ટેહિન્દુસ્તાન ઓઇલ એક્પ્લોરેશનની તમામ સંપત્તિ સ્થગિત કરી હતી.

(12:04 pm IST)