Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

આંકલાવમાં મોટી ખડકીમાં લગ્નની લાલચ આપી યુવતીને ભગાડી જનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

આંકલાવ:ખાતે રહેતી એક ૧૬ વર્ષ અને ૬ માસની ઉંમર ધરાવતી સગીરાને ગત ૧૦મી તારીખના રોજ આંકલાવની મોટી ખડકીમાં રહેતો જતીનભાઈ ઉર્ફે લાલો પુનમભાઈ પંચાલ લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો હતો. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરાના પિતાની આંકલાવ તાલુકા પંચાયતની સામે ચ્હાની લારી હતી જ્યાં જતીન ઉર્ફે લાલો અવારનવાર આવતો હતો અને મોટાભાઈની ઈકો કાર પર છુટક ડ્રાઈવીંગ પણ કરતો હતો જેને લઈને તેણે સગીરા સાથે નીકટતા કેળવીને આખરે ભગાડીને લઈ ગયો હતો.

(5:55 pm IST)