Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

આણંદ શહેરમાં રાત્રીના સુમારે ગેસની બોટલ ફાટતા આગ ભભૂકતા અફડાતફડી: મહિલાને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઇ

આણંદ: શહેરના પાલિકાનગર ખાતે આવેલા અમી બંગલામાં ગઈકાલે રાત્રીના સુમારે ગેસનો બોટલ ફાટતા બારી-બારણાં તૂટી જવા પામ્યા હતા. લાગેલી આગમાં એક મહિલા ગંભીર રીતે દાઝી જવા પામી હતી.

મળતી વિગતો અનુસાર મુળ જંત્રાલના મધુબેન જીતુભાઈ રાવલ (ઉ. વ. ૫૦)છેલ્લા દોઢ-બે વર્ષથી પતિ સાથે અમી બંગલાના બીજા માળે એક રૂમ ભાડે રાખીને રહે છે અને વિદ્યાનગરની એક ખાણી-પીણીની દુકાનમાં નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના સુમારે નોકરી પરથી ઘરે આવીને રૂમનો દરવાજો ખોલીને અંદર ગયા હતા અને ગેસ સળગાવવાનો પ્રયત્ન કર્યો એ સાથે જ એકદમ બ્લાસ્ટ થયો હતો જેને લઈને આગ લાગી હતી. આગની ઝપેટમાં મધુબેન આવી જતાં શરીરે ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા.

(5:49 pm IST)