Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સુરતના વરાછામાં યુવતીને અવારનવાર છેડતી કરનાર 19 વર્ષીય રત્નકલાકારને લોકોએ રોકી મેથીપાક ચખાડ્યો

સુરત:વરાછા વિસ્તારમાં ગત બપોરે વિસર્જન યાત્રામાં ગરબા રમી રહેલી 20 વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી અવારનવાર છેડતી કરતાં દૂરના સંબંધી 19 વર્ષીય રત્નકલાકારે રોકીને બે તમાચા મારી દીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રની વતની અને સુરતના વરાછા વિસ્તારમાં માતા અને ભાઈબહેન સાથે રહેતી પિતાવિહોણી 20 વર્ષીય યુવતી કારખાનામાં લેસપટ્ટીનું કામ પતાવી ઘરે જતી હોય કે નોકરીએ જતી હોય ત્યારે તેનો દૂરનો સબંધી એવો રત્નકલાકાર કલ્પેશ નારણભાઈ કવાડ (ઉ.વ.19રહે. રાજારાણીભગુનગર સોસાયટીવરાછાસુરત. મૂળ રહે. ગીર સોમનાથ) તેને આંતરી લગ્ન કરવા દબાણ કરતો હતો. અને ધમકી આપતો કેજો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને અને તારી માતાને જાનથી મારી નાખીશ.

(5:46 pm IST)