Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગાંધીનગર: જિલ્લાની શાળામાં વૃક્ષારોપણ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું: ટાર્ગેટ પૂરો ન કરતા નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર: શહેરમાં 'એક બાળક એક વૃક્ષ'ના સુત્ર સાથે સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ થાય તે માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.એટલું જ નહીં આ સાથે ટાર્ગેટ પણ આપવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ પ્રમાણે કુલ ૩.૩૧ લાખ રોપાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે ગાંધીનગર જિલ્લામાં ૧૩૦ ટકા જેટલું કામ થયું છે તો કેટલીક સ્કુલોએ એક પણ રોપો વાવ્યો નથી. જેને લઇને આવી ૧૪ સરકારી પ્રાથમિક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વધુમાં વધુ વૃક્ષો વવાય અને તેનો ઉછેર થાય તે માટે તમામ વિભાગને કામે લગાડયા હતા. જે અંતર્ગત એક બાળક એક વૃક્ષના સુત્ર સાથે શિક્ષણ વિભાગને તમામ શાળાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે રાજ્ય સરકારે સુચના આપી હતી. સરકારની સુચનાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓ દ્વારા વૃક્ષારોપણ થાય તે માટે ચોમાસા પૂર્વે પરિપત્ર કરી દીધો હતો. 

(5:43 pm IST)