Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

નડિયાદ તાલુકામાં ભારે વરસાદના પગલે મહીસાગર નદીમાં પાણી છોડતા આજુબાજુના વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

નડિયાદ:ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે.ફલડ કંટ્રોલ સેલ કડાણાના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદ,સ્ત્રાવ વિસ્તારમાં વધુ વરસાદ તથા ઉપરવાસમાં રાજસ્થાનમાં આવેલ મહીબજાજ સાગર, સોકલમા ડેમ,જાખમ ડેમમાંથી પાણી છોડવાના કારણે કડાણા જળાશયોમાંથી પાવરહાઉસ મારફતે તેમજ ડેમના દરવાજા ખોલી ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

આ ઉપરાંત પાનમ જળાશયોમાંથી અંદાજે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.જેથી મહી નદીમાં છોડવામાં આવેલ પાણી તથા વરસાદને ધ્યાને લઇ વણાંકબોરી વિયરમાંથી સાંજ સુધી અંદાજે સાંત લાખ ક્યુસેક પાણી પસાર થવાની સંભાવના છે.

(5:42 pm IST)