Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

વડોદરાના વાઘોડિયા રોડ પર ઉદય ક્લિનિકમાં ગર્ભમાં બાળકના મોતની ઘટનાથી હોબાળો મચી જવા પામ્યો: ડોક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ

વડોદરા:વાઘોડિયારોડ પર આવેલા ઉદય ક્લિનિકમાં આજે ગર્ભમાં જ બાળકના મોતની ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. બાળકના પિતાએ ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. મહિલાના ગર્ભમાં બાળકનું મોત થયુ હોવા છતા તેની જાણ કર્યા વગર મહિલાને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે દબાણ કરવામાં આવ્યુ હતું અને બીજી હોસ્પિટલમાં ગયા પછી બાળકનું મોત થયુ હોવાની જાણ થઇ હતી તેવો આક્ષેપ બાળકના પિતા દ્વારા કરાયો છે.સ્કૂલવાન ચલાવતો અને કિશનવાડીમાં રહેતો વિનય રાજપૂતના લગ્ન એક વર્ષ પહેલા કોમલ સાથે થયા હતા.કોમલ ગર્ભવતી થતાં વાઘોડિયારોડ પર આવેલ ઉદય ક્લિનિકમાં ડો.કૌશિક ભટ્ટ અને ડો.હર્ષા ભટ્ટ પાસે કોમલને ચેકઅપ માટે લઇ જતા હતા. વિનયનું કહેવું છે કે છેલ્લા ૭ મહિનાથી કોમલને ત્યાં નિયમીત ચેકઅપ માટે લઇ જતા હતા. થોડા દિવસ પહેલા કોમલને કમળો થતાં તેની પણ સારવાર ઉદય ક્લિનિકમાં કરાવી હતી. જે બાદ રજા આપી દેવામાં આવી હતી. તા.૧૧ સપ્ટેમ્બર બુધવારે ચેકઅપનો દિવસ હોવાથી મારા માતા અને કોમલ બન્ને ક્લિનિક પર ગયા ત્યારે ડોક્ટરે તેને ચેક કરીને મોટા દવાખાને (એસએસજી હોસ્પિટલ)માં દાખલ થવાનું કહી દીધુ હતું. હું નોકરી પર હતો. ઘરે આવ્યો ત્યારે મને જાણ થઇ હતી આજે હું મારી પત્નીને લઇને બીજી હોસ્પિટલમાં ગયો અને ત્યાં ચેકઅપ કર્યુ તો જાણ થઇ કે સાત મહિનાનો ગર્ભ હવે શ્વાસ લેતો નથી અને તેનું મોત થઇ ચુક્યુ છે.

(5:41 pm IST)