Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ બે મિત્રોને મળવા યુવકે ઉચ્ચ પોલીસ અધિકારીની ઓળખ આપી મળવાનો પ્રયાસ કરતા રંગે હાથે ધરપકડ

અમદાવાદ:સાબરમતી જેલમાં બંધ પોતાના બે મિત્રોને મળવા માટે યુવકે જેલમાં ફોન કરીને ઈંગ્લિશમાં વાત કરીને પોતે ઉચ્ચ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. મારો માણસ જેલની બહાર ઉભો છે અને આરોપીઓ સાથે મુલાકાત કરાવી દો, એમ તેણે કહ્યુંહતું. જોકે જેલના સ્ટાફને શંકા જતા તેમણે મોબાઈલ નંબરને આધારે જેલ બહારથી જ આરોપીને ઝડપી લીધો હતો. એમ.બી.એ.થયેલા યુવકે મિત્રોને મળવા આ કૃત્ય કર્યું હતું.

આ બનાવની વિગત મુજબ ૧૨સપ્ટેમ્બરના રોજ સાબરમતી જેલમાં રાહુલ કેશવલાલ ચંદ્રાકે ફોન કરીને પોતે ઉચ્ચ પોલીસ અધિકારીના સગા થાય છે અને તેને આરોપીઓ સંજય એચ.ચૌહાણ અને ભરત ઉર્ફે જસ્ટીન ભીખાભાઈ મેવાડાની મુલાકાત કરવી છે, એમ કહ્યું હતું. ટેલીફોન ઓપરેટરે સેન્ટ્રલ જેલ વિભાગ-૨ના જેલર એફ.એસ.મલેકને આઅંગે વાત કરી હતી. તેમણે બન્ને આરોપીઓની મુલાકાત તેમના સગા સાથે થઈ ગઈ હોવાનું કહીને મુલાકાત માટે ના પાડી દેવા કહ્યું હતું. આથીઓપરેટરે રાહુલને મુલાકાતની ના કહી દીધી હતી.

(5:40 pm IST)