Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભઃ ૨૯મી સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ અર્પણ કરાશે

અમદાવાદ : પિતૃપક્ષ (Pitru Paksha) આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને 16 દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે 29 તારીખ સુધી ચાલશે. 

ભાદ્રપદ શ્રાદ્ધ તિથીઓ (મહાલય)

14 સપ્ટેમ્બર ભાદરવા શુદ 15 શનિ એકમનુ શ્રાદ્ધ

15 સપ્ટેમ્બર ભાદરવા વદ 1 રવિ બીજનું શ્રાદ્ધ

16 સપ્ટેમ્બર ભાદરવા વદ 2 સોમ

17 સપ્ટેમ્બર ભાદરવા વદ  ૩ મંગ, ત્રીજનુ શ્રાદ્ધ, સંકષ્ટિ, અંગારકી, આખો દિવસ અમૃતસિદ્ધિ યોગ

18 સપ્ટેમ્બર ભાદરવા વદ 4 બુધ ચોથનુ શ્રાદ્ઘ, (ભરણી શ્રાદ્ધ) આ દિવસે પૂનમનુ શ્રાદ્ધ પણ કરી શકાય                                                                           

19 સપ્ટેમ્બર ભાદરવા વદ 5 ગુરૂ પાંચમનુ શ્રાદ્ધ (કૃતિકા શ્રાદ્ધ)

20 સપ્ટેમ્બર ભાદરવા વદ 6 શુક્ર છઠ્ઠનુ શ્રાદ્ધ

21 સપ્ટેમ્બર ભાદરવા વદ 7 શનિ સાતમનું શ્રાદ્ધ

22 સપ્ટેમ્બર ભાદરવા વદ 8 રવિ આઠમનું શ્રાદ્ધ (આ દિવસે પૂનમનુ શ્રાદ્ધ કરી શકાય)

23 સપ્ટેમ્બર ભાદરવા વદ 9 સોમ, નોમનું શ્રાદ્ધ (અવિધવા નોમ) સૈભાગ્યવતીનું શ્રાદ્ધ

24 સપ્ટેમ્બર ભાદરવા વદ 10 મંગ, દશમનુ શ્રાદ્ધ

25 સપ્ટેમ્બર ભાદરવા વદ 11 બુધ, અગ્યારસનુ અને બારસનુ શ્રાદ્ધ સંન્યાસીઓનુ શ્રાદ્ધ (આ દિવસે પૂનમનું શ્રાદ્ધ કરી શકાય)

26 સપ્ટેમ્બર ભાદરવા વદ 12 ગુરૂ, તેરસનુ શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ બાળકોનુ શ્રાદ્ધ

27 સપ્ટેમ્બર ભાદરવા વદ 13 શુક્ર ચૌદશનુ શ્રાદ્ઘ, શસ્ત્રથી મરેલાનું શ્રાદ્ધ

28 સપ્ટેમ્બર ભાદરવા વદ ૧4/૱ સાથે શનિ, સર્વપિતૃ અમાસ તેમજ પૂનમનું શ્રાદ્ધ

29 સપ્ટેમ્બર આશો સુદ 1 રવિ, માતા મહ શ્રાદ્ધ

શ્રાદ્ધમાં આ વાતનું જરૂર ધ્યાન રાખો

1. જો કોઈ વ્યક્તિ પૂનમના દિવસે ગુજરી ગઈ હોય, તેનું શ્રાદ્ધ પૂનમે ન કરવું.

2. સૌભાગ્ય વતી જે પણ તિથિએ ગુજરી ગઇ હોય, તો પણ શ્રાદ્ઘ 9માં જ કરવું.

3. ચૌદશમાં મરેલાઓના શ્રાદ્ધ બારસ અથવા અમાસમાં જ કરવા. તેમ છતા કોઈ કારણસર શ્રાદ્ધ રહી ગયુ હોય. તો જ્યાં સુધી સૂર્ય કન્યા/તુલા રાશિમાં હોય ત્યાં સુધીમાં કરાય.

4. જેમના કુટુંબમાં જનોઈ પ્રસંગ ગયો હોય તો છ મહીના સુધી અને છોકરા કે છોકરીના લગ્નનો પ્રસંગ ગયો હોય, તેમણે બાર મહીના સુધી પીંડ મૂકી શ્રાદ્ઘ કરવુ નહી. પણ કાગડા, કૂતરા, અને ગાયને વાસ (ઘરમાં બનાવેલી રસોઈ જમવાનું) નાખવાનું. આ ઉપરાંત બ્રાહ્મણને ભોજન કરાવવુ અથવા આગલે દિવસે તેમના ઘરે જઈ કાચું અન્ન (સિધુ) અથવા તે નિમિત્તે રોકડા રૂપિયા દક્ષિણામાં સાથે આપવા.

5. દરેક જણે આ મહાલય શ્રાદ્ઘ તો કરવું જ.

6. ગયા તિર્થ કે સિદ્ધપુર તીર્થ કે કોઈ પણ તીર્થમાં શ્રાદ્ધ કર્યુ હોય તો પણ પોતાના પિતૃઓના શ્રેયાર્થે તેમજ પોતાના કલ્યાર્થે જે બની શકે તે સત્કર્મ કરવું.

શ્રાદ્ધ પક્ષમાં આ ભૂલો ભૂલેચૂકે ન કરવી, નહીં તો થશે નુકસાન

1. પિતૃપક્ષ દરમિયાન ક્યારેય લોઢાના વાસણોનો ઉપયોગ કરવો નહીં. કારણ કે તેને નકારાત્મક પ્રભાવ ગણવામાં આવ્યો છે. તેમાં ભોજન પીરસવાથી પિતૃઓ નારાજ થાય છે. તેનાથી પિતૃદોષ પણ લાગે છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે હંમેશા પીત્તળ, કાંસા અને પતરાળીની થાળીનો ઉપયોગ કરવો જોઈએ.

2. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરનારા વ્યક્તિએ પાન, બીજાના ઘરનું ભોજન અને શરીર પર તેલ લગાવવું જોઈએ નહીં. કારણ કે આ બધી ચીજો વ્યસન અને અશુદ્ધતા દર્શાવે છે.

3. પિતૃપક્ષ દરમિયાન કૂતરા, બિલાડી, કાગડા વગેરે પશુ પક્ષીઓનું અપમાન કરવું જોઈએ નહીં. કારણ કે એવું માનવામાં આવે છે કે પિતૃ ગઢ ધરતી પર આમાંથી કોઈ સ્વરૂપ ધારણ કરીને આવે છે.

4. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ ભીખારી કે જરૂરિયાતવાળી વ્યક્તિને ખાલી હાથ જવા દેવી જોઈએ નહીં. તેમની સાથે ખરાબ વર્તન પણ ન કરવું. કારણ કે તેનાથી  પિતૃઓ નારાજ થઈ શકે છે. જેના કારણે તમારે પિતૃ દોષનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.

5. જો તમે કોઈ નવી ચીજ ખરીદવા જઈ રહ્યા હોવ કે નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો શ્રાદ્ધ  પક્ષમાં તેને ટાળો. કારણ કે આ દિવસોને અશુભ મનાય છે. તેમાં કરેલા કામોમાં સફળતા મળતી નથી.

6. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પુરુષોએ 15 દિવસ સુધી પોતાના વાળ અને દાઢીના વાળ કાપવા જોઈએ નહીં. કારણ કે તે શોકનો સમય હોય છે.

7. ચતુર્થીના રોજ શ્રાદ્ધ કરવું નહીં. આ દિવસે માત્ર એ જ લોકો તર્પણ  કરે જેમના પૂર્વજોનું મૃત્યું આ તિથિમાં થયું હોય.

8. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ભોજન અર્પણ કર્યા વગર તમે પોતે ન ખાઓ. આમ કરવું એ તેમનો અનાદર કરવા સમાન છે. આથી પંદર દિવસ સુધી ભોજન કરતા પહેલા તમારા પૂર્વજો માટે ભોજનનો કેટલોક ભાગ અવશ્ય કાઢો.

(5:36 pm IST)