Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

૧૭મીએ નનામી દેવી નર્મદે મહોત્સવ રાજ્યભરમાં ઉજવાશેઃ વિજયભાઈ રૂપાણીની જાહેરાત

તળાવો, ચેકડેમ, નદી કાંઠા આસપાસ સાફ-સફાઈ કરાશેઃ વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાતની નેમ સાકાર કરાશે

ગાંધીનગર, તા. ૧૪ :. ગુજરાત ની જીવાદોરી માં નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવા ની ઐતિહાસિક ઘટના નો ઉત્સવ નમાંમી દેવી નર્મદે મહોત્સવ રાજયભરમાં ૧૭ સપ્ટેમ્બરે જન ઉમંગ સાથે ઉજવાશે.

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ ના માર્ગદર્શન માં આ ઉજવણી ના કાર્યક્રમો ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તદનુસાર આ ઉજવણીમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરે જે જિલ્લા મથકે આ ઉજવણી થવાની છે તે ગામ કે નગર ખાતે સવારે ૯થી ૧૦વાગ્યા સુધી નદી કાંઠા તળાવો ચેકડેમ જેવા જળ સ્ત્રોતોની સાફ સફાઈ કરાશે. ૧૦ વાગ્યે લોકમાતા માં નર્મદા નીર ના વધામણાં શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરવામાં આવશે.

મહા આરતી બાદ ૧૦ ૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન જિલ્લા કક્ષા ના આ કાર્યક્રમ માં વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાત ની નેમ સાકાર કરાશે.

(4:21 pm IST)