Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓને સી.સી.સી. પરીક્ષામાંથી મુકિત

રાજકોટ, તા. ૧૪ : રાજય સરકારે કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓને C.C.C. અને C.C.C./C.C.C.+ પરીક્ષામાંથી મુકિત આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગે તા. ૧૧ સપ્ટેમ્બરે નાયબ સચિવ એ.એચ. મન્સુરીની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે છેલ્લા થોડા વર્ષોમાં માસ્ટર્સ ડીગ્રી તથા બેચલર ડીગ્રી લેવલે કોમ્પ્યુટરને લગતી ડીગ્રીઓ ધરાવતા તથા કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળની C.C.C./C.C.C.+ પરીક્ષાના નિયત અભ્યાસક્રમ કરતા ઘણી ઉચ્ચ પ્રકારની કોમ્પ્યુટરની લાયકાતો ધરાવતા ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના ઠરાવોથી કોમ્પ્યુટર કૌશલ્યની  C.C.C./C.C.C.+ ની તાલીમ અને પરીક્ષા પાસે કરવામાંથી મુકિત આપવાનું ઠરાવવામાં આવેલ છે.

આ બાબતમાં કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજય સરકારમાં કોઇપણ સંવર્ગમાં સીધી ભરતીથી નિમણૂંક પામેલ કર્મચારીઓ/અધિકારીઓ કે જેઓ NIELIT નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના  એ લેવલ એડવાન્સ ડીપ્લોમાં લેવલના કોર્સનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેઓને અજમાયશી સમય દરમ્યાન તથા ત્યારબાદ બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C./C.C.C.+ની પરીક્ષા પાસ કરવામાંથી મુકિત આપવાનું આથી ઠરાવવામાં આવે છે.

(3:38 pm IST)