Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સેલવાસમાં મોહરમ અને ગણેશ વિસર્જનની એકસાથે ઉજવણી : કોમી એકતાની યાદગાર તસવીરો વાયરલ

ડિવાઈડરની એક તરફ ખૂદાની ઈબાદત અને બીજી તરફ ગણેશજીના વિસર્જનનું દૃશ્ય

 

દાદરા નગર હવેલીના સેલવાસનો  ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહયો છે જેમાં મોહરમ અને ગણેશ વિસર્જનની એક સાથે ઝલક દેખાડતો ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ભારતમાં સૌહાર્દના દૃશ્યો અને બે તહેવારની ઉજવણી એક સાથે  ઓછી વખત જોવા મળતી હોય છે.

 તસ્વીરમાં રોડના ડિવાઈડરની એક તરફ ખૂદાની ઈબાદત અને બીજી તરફ ગણેશજીના વિસર્જનનું દૃશ્ય જોવા મળી રહી છે. અને ફોટોમાં માનવતા, ભાઈચારો, મોહબત અને સૌહાર્દ દેખાઈ રહ્યો છે.

રોજબરોજ અનેક ધાર્મિક, ઉન્માદના સમાચાર આવતા હોય છે. તે વચ્ચે ફોટો ઘણી બધી વાતોનો જવાબ આપી દીધો છે. મોબ લિંચિંગની દુર્ઘટનાનું ખંડન કરતી તસ્વીર પ્રતિકાત્મક છે. લોકો ફોટોને પોતાના ટ્વીટર પર ફેસબુક પર અનેક સોશિયલ મીડિયાના પ્લેટ ફોર્મ પર ફેલાવી રહ્યા છે.

(8:46 am IST)