Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સોમનાથ મંદિર"ની સુરક્ષા પર ખાસ "મરીન ટાસ્ક ફોર્સ" રાખશે બાજ નજર

સરકાર દ્વારા ખાસ મરીન ટાસ્ક ફોર્સની ટુકડીની ફાળવણી

 

અમદાવાદદેશમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાનો ભય છે. અને તેમા પણ ગુજરાત અત્યંત સંવેદનશીલ ગણવામાં આવે છે. પાકિસ્તાન સાથે ભૂમી ગત અને દરિયાઇ રીતે જોડાયેલ ગુજરાત પર પાકિસ્તન પ્રેરિત આતંકી હુમલાની સૌથી વધુ સંભાવનાઓ અને આશંકાનાં કારણે હાઇ એલર્ટ પર રાખવામાં આવેલું છે.

 ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં મહત્વનાં તમામ સ્થળો પર સુરક્ષા એજન્સીની ચાંપતી નજર તો છે . પરંતુ 1600 કી.મી. લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતનાં દરિયાની સુરક્ષા અનેક રીતે મહત્વ પૂર્ણ માનવામાં આવે છે.

ગુજરાતનાં 1600 કી.મી.લાંબા દરિયાકાંઠાની સુરક્ષાને લઈ સરકાર તરફથી શ્રોણીબંધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અને માટે સમુદ્ર માર્ગે સંભવિત હુમલાનાં ખતરાને પહોંચી વળવા અને ખાળવા મરીન ટાસ્ક ફોર્સનાં તાલિમબંધ જવાનો બજ નજર રાખી રહ્યા છે.

ત્યારે ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા અને દરિયાઈ સરહદ ઉપર આવેલા સોમનાથ મહાદેવ મંદિર માટે પણ સરકાર દ્વારા ખાસ મરીન ટાસ્ક ફોર્સની ટુકડીની ફાળવણી કરવામાં આવી છે.

ખાસ મરીન ટાસ્ક ફોર્સની ટુકડીમાં એક ડીવાયએસપી,એક પી.આઈ,ચાર પી.એસ.આઈ.સહિત 25 ચુનંદા જવાનો છે. ખાસ મરીન ટાસ્ક ફોર્સની ટુકડી હવેથી રાઉન્ડ ધી કલોક સોમનાથ મંદિરની સુરક્ષા માટે મહત્વનાં પોઈન્ટો પર બાજ નજર રાખી રહ્યા છે.

(11:28 pm IST)