Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજન સંદર્ભમાં રાધનપુરમા તાલુકા કક્ષાનો સેમિનાર યોજાયો

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર અને તાલુકા પંચાયત રાધનપુર દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજનઅંગે કાર્યશાળા યોજાઈ

પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખના માર્ગદર્શનમાં રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર અને તાલુકા પંચાયત રાધનપુર દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજન અંગે તલાટી અને સરપંચઓ તથા પ્રથમ હરોળના સરકારી કર્મચારીઓ સાથે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરપંચ 34 તલાટી 21 અને ફ્રન્ટલાઈન વર્કર 35 મળી કુલ 90 લોકો હાજર રહ્યા હતા.

   આ કાર્યશાળામાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન માં સરપંચ અને તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા સાથે સાથે ગ્રામ પંચાયત વિકાસ આયોજનની પ્રક્રિયાની  વિસ્તૃત  માહિતી આપવામાં આવી હતી

  આ કાર્યશાળામાં નાયતવડાના સરપંચ અને શેરઘઢ ના તલાટી પ્રકૃતિ બેન ને જીપીડીપી ના અનુભવો નું આદાન પ્રદાન કર્યું હતુ. આ કાર્ય શાળા માં તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી ,વિસ્તરણ અધિકારી ,પંચાયત વિસ્તરણ અધિકારી ખેતીવાડી તેમજ શિક્ષણ અધિકારી સાથે રીલાયન્સ ફાઉન્ડેશન ના વિમલભાઈ ચૌધરી એ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ કરેલ, હતો

આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મેહતા દ્વારા આદર્શ ગામ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં  થયેલા  અનુભવોની  વિગતવાર  માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

વર્ષાબેન મહેતા ની યાદીમાં જણાવેલ કે આગામી દસ દિવસ આખા પાટણ જિલ્લાના દરેક તાલુકામાં આ પ્રકારે જાગૃતિ લક્ષી સેમિનારનું આયોજન કરી પાટણ જિલ્લાના વિકાસમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ પોતાનું યોગદાન આપશે,

(10:01 pm IST)