Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

અમદાવાદ સહિત ઘણી જગ્યાએ સ્પર્ધા એક્ઝામ માટેનું માર્ગદર્શન

અમદાવાદ, વડોદરા, રાજકોટમાં તાલીમ : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓને તક

અમદાવાદ,તા.૧૩ : રાજ્યમાં સરકારી અને અર્ધસરકારી કે બિનસરકારી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન-તાલીમ મળી રહે તેવા હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ત્રણ દિવસની પ્રાદેશિક ઇન્ટરર્વ્યૂં માર્ગદર્શન તાલીમ શિબિરનું આગામી માસમાં આયોજન કરવામાં આવ્યું છે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા માંગતા ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ નિયત વિગત સાથેની સ્વહસ્તાક્ષર વાળી અરજી તા.૩૦/૦૯/૨૦૧૯ સુધીમાં સંબંધિત જિલ્લા યુવા વિકાસ અધિકારીને સીધેસીધી મોકલી આપવાની રહેશે. જેમાં પોતાનું નામ અને સરનામું, ફોન નંબર, જન્મ તારીખ (પ્રમાણપત્ર સાથે),  ઉંમર (વર્ષ-માસ-દિવસ), શૈક્ષણિક લાયકાત (પૂરાવા સાથે), વિશેષ લાયકાત, નોકરી /ધંધાને લગતી પસંદગીનો પ્રકાર, રોજગાર વિનિમય કચેરીનો નોંધણી નંબર-તારીખ, પાસપોર્ટ સાઇઝનો તાજેતરમાં પડાવેલ ફોટો, અને આધારકાર્ડની નકલ સાથે અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, અગાઉ આ પ્રકારની શિબિરમાં ભાગ લીધો હોય તેઓ અરજી કરી શકશે નહી. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવાશે નહી. માત્ર પસંદ થયેલ યુવક-યુવતીઓને જે તે સમયે જાણ કરવામાં આવશે, તેમ યુથબોર્ડ અધિકારી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ત્રણ ઝોનમાં યોજાનાર આ શિબિર અંતર્ગત અમદાવાદ પ્રદેશ ખાતે યોજાનાર શિબિરમાં કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના યુવક-યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારી-ગાંધીનગર, સહયોગ સંકુલ, સી-બ્લોક, છઠ્ઠો માળ, સેકટર-૧૧, જિ.ગાંધીનગર, ફોન નંબરઃ (૦૭૯) ૨૩ર૪૦૩૨૪નો સંપર્ક કરવો. વડોદરા પ્રદેશ ખાતે યોજાનાર શિબિરમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના યુવક-યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારી-વડોદરા, નર્મદા ભવન, સી-ચોથા માળે, એવન્યુ રોડ, જિ.વડોદરા, ફોન નંબર : (૦૨૬૫) ૨૪૨૬૧૦૩નો સંપર્ક કરવો. આ ઉપરાંત રાજકોટ પ્રદેશ ખાતે યોજાનાર શિબિરમાં ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારી-અમરેલી, બહુમાળી મકાન, બ્લોક નંબરઃસી-પ્રથમમાળ, રૂમ નંબર-૧૧૦-૧૧૧, રાજમહેલ કેમ્પસ, જિ.અમરેલી, ફોન નંબર : (૦૨૭૯૨) ૨૨૩૬૩૦નો સંપર્ક કરવા યાદીમાં વધુમાં જણાવાયું છે.

(9:04 pm IST)