Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

હવે વિધાનસભા ખાતરી સમિતિ અભ્યાસ પ્રવાસે

૧૮-૧૯મી સપ્ટેમ્બરે પ્રવાસ પર

અમદાવાદ,તા.૧૩ : રાજ્ય સરકારે આપેલી ખાતરીઓ સંદર્ભે ગુજરાત વિધાનસભા દ્વારા રચાયેલી ખાતરી સમિતિ આગામી તા. ૧૮ અને ૧૯મી સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ બે દિવસ માટે અલંગ, ઘોઘા, દહેજ-ભરૂચ, નર્મદા ડેમ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અભ્યાસ પ્રવાસે જશે, એમ ગુજરાત વિધાનસભા, સચિવાલયની યાદીમાં જણાવાયું  છે. સમિતિ ૧૮મી સપ્ટેમ્બરે સવારે ૭.૦૦ કલાકે સદસ્ય નિવાસથી નિકળી અલંગ-ભાવનગર પહોંચશે. અલંગ ખાતે અલંગ બંદરની રૂપરેખા અંગે પ્રેઝન્ટેશન, અનુસૂચિત જાતિના શીપ બ્રેકરો- મુખ્ય એશોસીએશન સાથે બેઠક યોજશે. ત્યાર બાદ ઘોઘા-ભાવનગરથી રો-રો ફેરી સર્વિસ દ્વારા દહેજ પહોંચશે અને રાત્રી રોકાણ કેવડિયા કોલોની-નર્મદા ખાતે કરશે. રાત્રી રોકાણ બાદ ૧૯મી સપ્ટેમ્બરે સવારે ૧૦.૦૦ કલાકે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે ત્યાર બાદ બપોરે ૩.૦૦ કલાકે વડોદરા ખાતે સમરસ હોસ્ટેલની મુલાકાત લઇને ગાંધીનગર આવવા રવાના થશે, એમ વધુમાં જણાવાયું છે.

(9:06 pm IST)