Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગોવાના પરિવહન મંત્રી ગુજરાતમાં :નીતિનભાઈ પટેલ સાથે નવા મોટર વહિકલ એક્ટ અંગે ચર્ચા

ગોવામાં પણ ગુજરાતના મોટર વ્હિકલ એક્ટ પ્રમાણે સુધારા થઈ શકે છે.

અમદાવાદ : ગોવાના પરિવહન મંત્રી ગુજરાતની મુલાકાતે છે. પરિવહન મંત્રી મૌવિન ગો-દિન્હો અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ  પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતના નવા મોટર વ્હિકલ એક્ટ સુધારા વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગોવામાં પણ ગુજરાતના મોટર વ્હિકલ એક્ટ પ્રમાણે સુધારા થઈ શકે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં નવા મોટર વ્હિકલ એક્ટને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ વિરોધને ખાળવા ગુજરાત સરકારે દંડની રકમમાં રાહત આપી છે. જેને અનુસરીને ગોવા સરકાર પણ આ અંગે રાહત આપવાનું વિચારી રહી છે.

(8:41 am IST)