Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમદાવાદમાં થશે અમેરિકન પેંગ્વિન્સ, શાર્ક, જેલી ફિશ, ઓક્ટોપસનું આગમન

 

અમદાવાદના સાયન્સ સિટીમાં જૂન 2019 સુધીમાં હંબોલ્ડ્ટ પેંગ્વિન્સને વસાવવામાં આવે તેવી શક્યતા છે. દક્ષિણ અમેરિકાના રહેવાસી પેંગ્વિન્સની મુલાકાતીઓને ઝલક જોવા મળશે. સાથેસાથે તેમને શાર્ક, હેમરહેડ શાર્ક, જેલી ફિશ, ઑટર, સ્ટિંગ્રેઝ, કોરલ રીફ, ઓક્ટોપસ અને મગર જોવા મળશે. અમદાવાદના સાયન્સ સિટીમાં રૂ. 257 કરોડના ખર્ચે 13,000 ચોરસ મીટરની એક્વેટિક ગેલેરી બને છે.

(12:19 am IST)