Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમદાવાદના ડેટા અેન્ટ્રી ઓપરેટરો જીજ્ઞેશ અને સંજય શાહના ઘરેથી ઇન્‍કમટેક્ષના દરોડામાં ૧૯ કરોડ મળવાના પ્રકરણમાં બ્લેક રૂપિયાને વ્‍હાઇટ કરવાની સંભાવના

અમદાવાદઃ શહેરમાં મંગળવારે ઈન્કમ ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરતા જિજ્ઞેશ અને સંજય શાહ નામના બે એન્ટ્રી ઓપરેટરોના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 19.3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ હતી. બ્રોકર સંજય શાહ અને જિગ્નેશ શાહની ઘર અને ઓફિસમાંથી મળી આવેલ ડોક્યુમેન્ટ્સમાંથી બુધ અને ગરુવાર દરમિયાન તપાસ અધિકારીઓએ 1100 એન્ટ્રી મળી આવી છે. જોકે સૂત્રોનું કહેવું છે કે હજુ તેમની ડિજિટલ એન્ટ્રી તપાસ કરવાની બાકી હોય ફીગર વધુ આગળ વધી શકે છે.

મંગળવારે માહિતીના આધારે iT વિભાગે કરેલા 3 અલગ અલગ જગ્યાના સર્ચ ઓપરેશનમાં ડિજિટલ ડિવાઇસ અને રેકોર્ડ અંગેના પુરાવા એકઠા કર્યા હતા. તેમજ જિગ્નેશ શાહના ઘરમાંથી રોકડા રુ. 19.3 કરોડ નવી ચલણી નોટના સ્વરુપે મળી આવ્યા આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બંને વ્યક્તિગત અને કંપનીઓને તેમના પ્રોફિટ લોસ દેખાડવા માટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય તેવા પેની સ્ટોક અંગે માહિતી આપીને તેમના બ્લેક રુપિયાને વ્હાઇટ કરવાની સુવિધા આપતા હતા. મળી આવેલ ડેટા મુજબ તેઓ પાછલા 7 વર્ષથી બેનામી ધંધા સાથે સંકળાયેલ હતા.

અધિકારીઓએ કહ્યું કે, ‘અમે કહી શકીએ કે કેટલી રકમના કુલ કેટલા ટ્રાન્ઝેક્શન મળી આવ્યા પરંતુ એટલું ચોક્કસ છે અને અનેક લોકો પ્લાન બદ્ધ બેનામી ધંધા સાથે સંકળાયેલ છે.’ વધુમાં કહ્યું કે, ‘તપાસમાં અનેક એન્ટ્રીઓ મળી આવી છે જે શંકાસ્પદ છે. ખોટી આઇડેન્ટીટી અને અનેક બેંક એકાઉન્ટના આધારે સમગ્ર કામકાજ કરવામાં આવતું હતું. અમે હજુ એકબીજા બિંદુઓને જોડી રહ્યા છીએ.’

(4:40 pm IST)