Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમદાવાદના ટ્રાફિક સમસ્યાના કારણે રાજપથ અને કર્ણાવતી ક્લબને નવરાત્રીમાં થતી ભારે આવક ગુમાવવી પડે તેવી સ્થિતી

અમદાવાદઃ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે અમદાવાદમાં બેફામ ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે તાજેતરમાં લીધેલા પગલાને કારણે અમદાવાદની અગ્રણી ક્લબો પણ ટ્રાફિકની સમસ્યાને લઈને ગંભીર બની ગઈ છે. શહેરની અગ્રણી બે ક્લબો રાજપથ અને કર્ણાવતીએ તેમની પાર્કિંગ કેપેસિટી કરતા વધારે લોકો આવે તેવી મોટી ઈવેન્ટ્સ યોજવાનો ઈનકાર કરી દીધો છે અને કારણે બંને ક્લબોએ નવરાત્રિના તહેવાર દરમિયાન થતી ધીકતી આવક ગુમાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

બંને ક્લબોનું મેનેજમેન્ટ હવે પાર્કિંગના નિયમોનો ભંગ થાય તે માટે ખાસ તકેદારી લઈ રહ્યું છે. હાઈકોર્ટે કોર્પોરેશન તથા ટ્રાફિક પોલીસની ટ્રાફિકની સમસ્યાને કાબુમાં લેવાની નિષ્ફળતા અંગે ઝાટકણી કાઢ્યા બાદ રાજપથ ક્લબ પર પાર્કિંગની સમસ્યાને લઈને તવાઈ આવી હતી.

કર્ણાવતી ક્લબ મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે ડિસેમ્બર સુધી તમામ મોટી ઈવેન્ટ્સના બુકિંગ રદ કરી દેવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશ મોદીએ જણાવ્યું, “અમે આયોજકોને જાણ કરી દીધી છે કે પાર્કિંગની સમસ્યાને કારણે અમારે ઈવેન્ટ્સ રદ કરવી પડી છે. અમે અત્યાર સુધી 12 આયોજકોને તેમની સંપૂર્ણ રકમ રિફંડ કરી દીધી છે. અમે કોઈ નિયમ તોડવા માંગતા નથી. આથી અમે ખાસ તકેદારી રાખી રહ્યા છે.” સૂત્રોના જણાવ્યા મુજબ ક્લબના મેનેજમેન્ટે આયોજકોને અત્યાર સુધી કુલ રૂ. 50 લાખ પરત કરી દીધા છે.

રાજપથ ક્લબના મેનેજમેન્ટે પણ આવો નિર્ણય લીધો છે. ક્લબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું, “અમારી પાસે એટલી બધી ઈવેન્ટ્સના બુકિંગ્સ નહતા પરંતુ અમે 1000 સુધી લોકોને સમાવી શકાય તેવી નાના પાયાની ઈવેન્ટ્સ યોજવાની પરવાનગી આપવાનું નક્કી કર્યું છે. ક્લબે મોટા પાયે યોજાતી ઈવેન્ટ્સને પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. અમારી પાસે 600 કાર માટે પાર્કિંગની સુવિધા છે.” તેમણે વધુમાં જણાવ્યું, “અમે કોઈપણ આયોજક સાથે કોન્ટ્રેક્ટ સાઈન કરતા પહેલા વાહનોના પાર્કિંગની શિસ્ત જાળવવાની બાંહેધરી માંગીએ છીએ. આયોજકોએ કાર યોગ્ય જગ્યાએ પાર્ક થાય તે માટે વેલે પાર્કિંગની સુવિધા આપવી પડશે.” સૂત્રોના જણાવ્યા મુજબ કારણે ક્લબોને તહેવારની સીઝનમાં રૂ. 1 કરોડથી વધુની આવક જતી કરવી પડશે.

વખતે પહેલીવાર રાજપથ અને કર્ણાવતી ક્લબમાં માત્ર ક્લબના સભ્યો અને તેમના ગેસ્ટ્સને એન્ટ્રી આપવામાં આવશે. કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશ મોદીએ જણાવ્યું, “અમે વધારાની પાર્કિંગ સ્પેસ માટે વ્યવસ્થા કરી છે અને મુલાકાતીઓની સંખ્યા નિયંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષે નવરાત્રિ અમારા માટે લિટમસ ટેસ્ટ જેવી સાબિત થશે. અમને જાણવા મળશે કે લોકો ખરેખર કેટલી શિસ્ત જાળવે છે. સાથે અમે આશા રાખીએ છે કે કોર્પોરેશનના અધિકારીઓ અમને ટેકો આપે.”

(4:39 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST