Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવનારા માટે ખુશખબરઃ ઇઝરાયલ, જાપાન, ઝીમ્બાબ્વે, સાઉદી અરબમાં વિઝા માટેના નિયમો હળવા કરાયા

અમદાવાદઃ જો તમે દિવાળીના વેકેશનમાં વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો અમે તમને કહી રહ્યા છીએ કે કેટલાક એવા પણ દેશ છે જેમાં ભારતીય પાસપોર્ટ ધારકોને ખૂબ સહેલાઈથી વિઝા મળી શકે છે. તો પછી હવે વિચારો છો શું આગળ જુઓ આ દેશોના નામ અને કરવા મંડો પ્લાનિંગ….

ઇઝરાયેલ

ઇઝારયેલે ભારતીય પાસપોર્ટ ધારકો માટે પોતાની ફીમાં ઘટાડો કરીને 1700માંથી 1100 કરી છે. આ નવી યોજનાનો ફાયદો ઉઠાવવા માટે તમારે B2 વિઝા કટેગરીમાં વિઝા માટે એપ્લાય કરવું પડશે.

જાપાન

જાપાને પણ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા નિયમને હળવા બનાવ્યા છે. જો તમે જાપાનમાં વધુ સમય સુધી રોકાવા માટે અથવા મલ્ટિપલ એન્ટ્રી વિઝા માટે એપ્લાય કરી રહ્યા છો તો તમારે તમારુ રોજગાર પ્રમાણપત્ર અથવા પ્રવાસનું કારણ વિસ્તાર સાથે દર્શાવતો લેટર આપવાની જરુર નથી.

ઝિમ્બાબ્વે

ભારતીય પાસપોર્ટ ધારક ઝિમ્બાબ્વેમાં વિઝા ઓન અરાઈવલની સુવિધાનો ફાયદો પણ ઉઠાવી શકે છે. ભારત એ 28 દેશો પૈકી એક છે જેના માટે ઝિમ્બાબ્વેએ પોતાના વિઝા નિયમો હળવા કર્યા છે.

સાઉદી અરબ

પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન દેવા માટે સાઉદી અરબે પોતાના વિઝા નિયમોમાં ઢીલ કરી છે. સાઉદી અરબ હવે 25 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરની મહિલાઓ કે જે કોઈ પુરુષ સાથી વગર પણ સાઉદી અરબમાં આવવા માગે છે તેને વિઝા આપી રહ્યું છે.

મ્યાન્માર

જો તમે ડ્રાઈવ કરીને આ દેશમાં જવા માગો છો. તો તમારે ફક્ત અહીંની ચેકપોસ્ટ પર ઈ-વિઝા દેખાડવાની જ જરુર પડશે. અહીંના ઈ-વિઝા તમને ફક્ત 2 દિવસની પ્રોસેસમાં મળી જશે.

સંયુક્ત અરબ અમીરાત(UAE)

UAEએ પોતાના દેશમાં પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા માટે નવા વિઝા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ દર વર્ષે 15 જુલાઈથી 15 સપ્ટેમ્બર વચ્ચે UAE 18 વર્ષથી ઓછી ઉંમરના ગર્લ-બોયને ફ્રી વિઝા આપી રહ્યું છે. શરતે એટલી છે કે તેમની સાથે કોઈ વયસ્ક મુસાફરી કરતું હોવું જોઈએ.

ઉઝ્બેકિસ્તાન

ભારતથી હવે ઉઝ્બેકિસ્તાન જવું ખૂબ સહેલું થઈ ગયું છે અહીં તમે પ્રવાસની તારીખ 3 દિવસ પહેલા પણ ઈ-વિઝા માટે એપ્લાય કરી શકો છો અને 30 દિવસ માટે સિંગલ એન્ટ્રી ઈ-વિઝા મેળવી શકો છો.

(5:01 pm IST)
  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST